ધન્ય ધામ શુભ ગામ વરતાલને જો ૧/૧

 પદ -૯૩

        વરતાલના માહાત્મ્ય વિષે.

            (પદ રાગ ગરબી)

 “ મહા કોપ થયો તે કળી કાળમાં જો” , એ રાગ પ્રમાણે.

ધન્ય ધામ શુભ ગામ વરતાલને જો;

બહુ વહાલું છે દીનદયાલને જો.               ધન્ય.  (ટેક)

લખી શિક્ષાપત્રી વૃતપુરમાં રહી જો;

અક્ષર તુલ્ય તે અમૂલ્ય ઉપમા કહી જો.        ધન્ય.  (૧)

સ્થાપ્યા કરૂણા કરીને કમળાપતિ જો;

કરે કાજ મહારાજ એ રૂપે અતિ જો.            ધન્ય.  (૨)

કર્યા આચારજ બેઉ ગાદી આપીને જો;

ધન્ય ધન્ય પ્રભુ પ્રગટ પ્રતાપીને જો.          ધન્ય.  (૩)

ગુણ સાગર તીરથ કર્યાં ગોમતી જો;

જેમાં ના'ય થાય અક્ષરની પ્રાપ્તિ જો.         ધન્ય.  (૪)

ધર્મ ભક્તિ રાધા કૃષ્ણ તણી જોડ છે જો

પૂરે કોડ એવા દેવા રણછોડ છે જો.            ધન્ય.  (૫)

મુનિ નાથે હાથે સ્થાપી નિજ મૂર્તિ જો.

કરે વિનંતી સદૈવ જેની સુરતી જો.             ધન્ય.  (૬)

વિશ્વવિહારીને દર્શને  જે જાય છે જો,

જીવનમુક્ત ભક્ત તેહ તો ગણાય છે જો.      ધન્ય.  (૭)

મૂળ પદ

ધન્ય ધામ શુભ ગામ વરતાલને જો

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
0
0