આરોગોને લાલજી લટકાળા રે મીઠા બોલા અતિ મરમાળા ૨/૪

 

આરોગોને લાલજી લટકાળા રે,
મીઠા બોલા અતિ મરમાળા.
તળિયાં નૌતમ ધૃતમાં નિપજીયાં રે,
રૂડાં અડદ વડાં મન રંજીઆં રે ;
તમને ભાવે છે સુંદર ભજિયાં.  આ૦૧
તાન માન સર્વ એક ત્રાજુ રે,
સ્વાદુ ફરફરતે એક બાજુ રે ;
કળી તીખી ને ગાંઠિયા કાજુ. આ૦ર
ફરસાણ ફૂલવડી મંગાવું રે,
તાજા ચોળા ચણા તે તળાવું રે ;
વહાલા જમતાં તે ત્યાગી ન થાવું. આ૦૩
ટાંકો સુવા ને તાંદળજાની ભાજી રે,
તળી અળવી મેથી વળી તાજી રે ;
રસિયાજી જમો થઇ રાજી. આ૦૪
લુણી લાલરો વીણીને લાવી રે,
તાજી પાનલી ચીલ તળાવી રે ;
કણજ પણજ તે ત્યાર કરાવી. આ૦પ
મૂળા મોગરી તળિયલ કોળું રે,
નાખ્યું પરવળમાં ધૃત બોહોળું રે ;
વૈંતાક નવીન વાલોળું. આ૦૬
તાજી સૂરણની તરકારી રે,
વડી કડી તે લવિંગે વધારી રે ;
ચોળા ગ્વારફળી છમકારી. આ૦૭
વા ઢોળું હું વીંઝણો લઇને રે,
માગી લેજો જોઇએ તે કહીને રે ;
બ્રહ્માનંદ કહે જમો ધીરા રહીને. આ૦૮

મૂળ પદ

જમો મારા નાથ જુગતિ કરીને રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


જમે મદન ગોપાલ
Studio
Audio
4
4