પરોક્ષ ભક્ત રે પામે નહિ પ્રાપતિ રે, જીવની જરાય જંપે નહિ ઝાળ રે, ૧/૧

પરોક્ષ ભક્ત રે પામે નહિ પ્રાપતિ રે, જીવની જરાય જંપે નહિ ઝાળ રે,

પૂરણ થયાની રે પ્રતીતિ નવ પડે રે, સંશયવત રહે સદા કાળ રે; પરોક્ષ૦ ।।૧।।

મુખોન્મુખ રે મળ્યા નથી માવજી રે, કેવા હરિ જાણી કરશે ધ્યાન રે ।

રૂપ અનુપમ રે કેવું હૃદે રાખશે રે, જેને અણ દિઠે છે અનુમાન રે; પરોક્ષ૦ ।।૨।।

અણ મળ્યાની રે અંતરે આગન્યા રે, પાળશે કઇ પેરે કરી પ્રીત રે ।

ધર્મને નિમ રે કેમ દ્રઢ ધારશે રે, જે નથી જાણતા  હરિની રીત રે; પરોક્ષ૦ ।।૩।।

વણ દીઠે વાત રે વદને શું વદશે રે, નથીઆવ્યા દયાળુ દીઠામાંય રે ।

નિષ્કુલાનંદ રે ન મળેલ નાથના રે, તેણે ધર્મ નિ'મ ન રહે કાંય રે; પરોક્ષ૦ ।।૪।। 

મૂળ પદ

પરોક્ષ ભક્ત રે પામે નહિ પ્રાપતિ રે, જીવની જરાય જંપે નહિ ઝાળ રે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.ર��જકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
2
0