કમળાવર શણગાર કરીને બેઠા છો બહુનામી રે ૨/૪

 

કમળાવર શણગાર કરીને બેઠા છો બહુનામી રે ;
સુંદરવર શોભાના સાગર, અનંત ધામના ધામી રે. ક૦૧
બાજુબંધ જડાઉ બાંધ્યા, મોતીડાંની માળા રે ;
હેમ કડાં પોંચીમાં હીરા, લાગે છે રૂપાળા રે. ક૦ર
વીંટી વેઢ દશે આંગળીએ, શોભે નવલ દુશાલો રે ;
અવિનાશીનું રૂપ અલૌકિક, સહિયરું જોવા ચાલો રે. ક૦૩
લક્ષ્મી કનક આરતી લઇને, અતિ હેતે ઉતારે રે ;
બ્રહ્માનંદ નવલ છબી ઉપર, સર્વસ્વ લઇને વારે રે. ક૦૪

મૂળ પદ

સુંદરવર શણગાર કરીને, સિંહાસન પર શોભે રે

મળતા રાગ

ભૈરવ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી