ગોપી આવોને ગોકુળ ગામની રે લોલ ૧/૧

પદ- ૧૦૪૫    ૧/૧
 
ગોપી આવોને ગોકુળ ગામની રે લોલરમીએ ગરબે સરસ શોભે જામની રે લોલ…    ગોપી-૧
ગરબે ગોવિંદ તણા ગુણ ગાઇએ રે લોલહરિના ગુણ સાગરમાં નાહીએ રે લોલ...        ગોપી-૨
રમીએ ગોકુળ ગામના ચોકમાં રે લોલહરિ બેઠા હવેલીના ગોખમાં રે લોલ…          ગોપી-૩
આવી ઠામઠામની ટોળે મળી રે લોલરમે હેતે પ્રીતે હળી-મળી રે લોલ…             ગોપી-૪    
આવ્યા રાધિકાજી રંગભર રમવા રે લોલમધુસુદન તણે મન ગમવા રે લોલ…          ગોપી-૫
પહેર્યાં વસ્ત્ર આભૂષણ શોભતાં રે લોલ.કાનકુંવર તણા મન લોભતાં રે લોલ…         ગોપી-૬
ગાયે ગરબી મીઠે સ્વરે માનની રે લોલ.સુંદર શોભે શરદ કેરી ચાંદની રે લોલ…       ગોપી-૭
ગાયે ઉંચે સ્વરે પાડે તાળીઓ રે લોલ.ચરણે ઘમકે છે ઝાંઝરી રૂપાળીઓ રે લોલ…   ગોપી-૮
કરે લટકાં ગોપી સુંદર હાથના રે લોલ,મન મોહ્યાં પ્રેમાનંદના નાથના રે લોલ…       ગોપી-૯ 

મૂળ પદ

ગોપી આવોને ગોકુળ ગામની રે લોલ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
2
0