અખિલ બ્રહ્માંડના નાથ અલૌકિક સ્વામી શ્રી સહજાનંદ રે રાજકોટ શ્રીજી પધાર્યા૧/૨

(ફાગણ સુદ ૫)
રાગ -ગરબી
અખિલ બ્રહ્માંડના નાથ અલૌકિક સ્વામી શ્રી સહજાનંદ રે;
                                                રાજકોટ શ્રીજી પધાર્યા.                          (ટેક)
મુંબઇ ગવર્નર માલકમના, ઉરમા છવાયો આનંદ રે.                              રા. ૧
સાથે મુક્તાનંદ સાથે બ્રહ્માનંદ, સાથે ગોપાળાનંદ રે.                              રા. ૨
ગુણાતિતાનંદ સાથે  નિષ્કુળાનંદ, શુકમુનિ  નિત્યાનંદ રે.                        રા. ૩
દાદા ખાચર ભક્ત સુરો અલૈયો, કુબેર સંગ ચોપદાર રે.                          રા. ૪
સોનાની પાલખીમા શ્રીજી બિરાજતા, બોલ્યા સહુ જયજયકાર રે.            રા. ૫
ચમર ઢોળે છે બેચરજી ચાવડા, છત્ર ભગુજી ધરનાર રે.                          રા. ૬
પડઘમ વાજે તેમ ચાલે છે પલટણ, બંધૂક તણા કરી બહાર રે.                રા. ૭
ટોપી ઉતારી નમન કરે છે, સર માલકમ સાહેબ સુજાન રે.                       રા. ૮
કોઠી બંગલામા  કરી પધરામણી,   દાખે  કવિ માવદાન રે.                     રા. ૯

મૂળ પદ

અખિલ બ્રહ્માંડના નાથ અલૌકિક સ્વામી શ્રી સહજાનંદ રે રાજકોટ શ્રીજી પધાર્યા

રચયિતા

માવદાનજી કવિ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી