સાચેસાચું કહેશું, હરિ રાખે તેમ રહેશું રે ૧/૧

 પદરાગ ધોળ- (ચુંટેલ કડીઓ)

સાચેસાચું કહેશું, હરિ રાખે તેમ રહેશું રે. ટેક-
જાણો જેની તેની વાતે, નથી કલ્યાણ કોઇ ભાતે રે; 
સાચા મળ્યા વિના સાચું, થાવા કલ્યાણનું કાચું રે;    સા૦।।૧।।
ભવજળ તરવા કાજ, સાચા સંતનો સમાજ રે; 
ખોટા સંગે ખોટ્ય આવે, બાંધ્યા પા’ણા તે બુડાવે રે;  સા૦।।૨।।
સાચા હરિ ગુરુ કહિયે, જેથી પરમપદ લહિયે રે; 
કૈવલ્ય પ્રાપ્તિના દાતા, નથી બીજાને કહેવાતા રે;    સા૦।।૩।।
છતી દેહે પામે ધામ, વળી થાય પૂરણકામરે;  
એવી રીત હોય જિયાં, જાણો પ્રભુ પોતે તિયાં રે;       સા૦।।૪।।
કથા આ છે કલ્યાણકારી, સહુ લેજ્યો હૈયે ધારી રે;
એમ સમઝયે ટળશે ફંદ, નિશ્ચે કે' નિષ્કુળાનંદ રે;      સા૦।।૫।।

મૂળ પદ

સાચેસાચું કહેશું, હરિ રાખે તેમ રહેશું રે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)

Studio
Audio
0
0