વિશ્વેશ છો સકળ વિશ્વ તણા વિધાતા; ત્રાતા તમે સકળ મંગળ શાંતિદાતા ૧/૧

	વિશ્વેશ છો સકળ વિશ્વ તણા વિધાતા;
	ત્રાતા તમે સકળ મંગળ શાંતિદાતા;
	માટે તમારું કરુણાનિધિ સત્ય નામ;
	સાષ્ટાંગ નાથ તમને કરું હું પ્રણામ...૧

	અજ્ઞાનપાશ કરુણા કરી કાપી નાંખો;
	નિત્યે પ્રભુ તવ પદે મમ વૃત્તિ રાખો;
	ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વ યામ;
	સાષ્ટાંગ નાથ તમને કરું હું પ્રણામ...૨

જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે, વેદો સ્તુતિ ઉચ્ચરે;
જેના રોમ સુછિદ્રમાં અણુસમા, બ્રહ્માંડ કોટી ફરે;
	માયા કાળ રવિ શશી સુરગણો, આજ્ઞા ન લોપે ક્ષણ;
	એવા અક્ષરધામના અધિપતિ, શ્રીસ્વામિનારાયણ...૧
આવી અક્ષરધામથી અવનીમાં, જે દેહધારી થયા;
આપ્યાં સુખ અપાર ભક્તજનને, દિલે ધરીને દયા;
	કીધાં ચારુ ચરિત્ર ગાન કરવા, જેણે કરુણા કરી;
	વંદું મંગલ મૂરતિ ઉર ધરી, સર્વોપરી શ્રીહરિ...૨
જન્મ્યા કૌશલ દેશ વેશ બટુનો, લૈ તીર્થમાંહી ફર્યા;
રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો, યજ્ઞાદિ મોટા કર્યા;
	મોટાં ધામ રચ્યાં રહ્યા ગઢપુરે, બે દેશ ગાદી કરી;
	અંતર્ધાન થયા લીલા હરિતણી, સંક્ષેપમાં ઉચ્ચરી...૩

નિજાશ્રિતાનાં સકલાર્તિહન્તા, સધર્મભક્તેરવનં વિધાતા ।
	દાતા સુખાનાં મનસેપ્સિતાનાં, તનોતુ કૃષ્ણોઽખિલમંગલં ન: ।।
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બન્ધુશ્ચ સખા ત્વમેવ ।
	ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવ દેવ ।।
કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા, બુદ્ધયાત્મના વા પ્રકૃતે: સ્વભાવાત્ ।
	કરોમિ યદ્યત્સકલં પરસ્મૈ, નારાયણાયેતિ સમર્પયામિ ।।
 

મૂળ પદ

વિશ્વેશ છો સકળ વિશ્વ તણા વિધાતા; ત્રાતા તમે સકળ મંગળ શાંતિદાતા

મળતા રાગ

સ્તુતિ

રચયિતા

અજાણ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

પરંપરાગત (સ્વરકાર)
નિત્ય નિયમ
Studio
Audio
2
2
 
આખું
ડાઉનલોડ
વિડિયો
સંતવૃંદ સમૂહગાન
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
શ્રીહરિની સ્વભાવિક ચેષ્ટા
Studio
Audio & Video
1
1