અથવા કથા કીર્તન કરાવે જ્યારે ૧૩/૨૦

૨૩                               પદ-૧૩/૨૦
 અથવા કથા કીર્તન કરાવે જ્યારે
              અથવા કોઇ વિચારમાં બેઠા હોય ત્યારે      
તે વચ્ચે કોઇ વારતા આવીને પૂછે,
              તેને ખીજીને કહે આમાં કામ તે શું છે ?      
જમ્યાનું આવે પૂછવા કોઇ પૂજા લાવે,
              કોઇ હાર ફૂલના પેરાવા આવે…                   ૩
તે ન ગમે વાર્તા મહીં એવો છે સ્વભાવ,
              વાતું કરે નિજજનને કરી બહુ ભાવ…            ૪
વૈરાગ્ય ભક્તિ ધર્મની વાર્તા નિત કરે,
              એ વિના બીજી વાર્તા દૂર પરહરે…               ૫
પંચરાત્ર યોગ સાંખ્ય જે વેદાંતના ગ્રંથ,
              એ સંબંધી વાર્તા કરે હરિ સમ્રથ…                ૬
જ્યારે વાર્તા કરે ઊંચા ભુજ કરી,
              રાખે બોલતા જનને તાળી દઇ હરિ…           ૭
બહુ ભીડ જનની જ્યારે થાય ભારી,
              ત્યારે ઉભા થઇને કરે વાતું પોકારી…            ૮
એકાગ્ર કરે વારતા બીજી સુરત ત્યાગી,
              વસ્ત્ર ખસે ઓઢ્યાતણું તે ન લે બડભાગી…   ૯
એવો સ્વભાવ સ્વામી કેરો પરમ દયાળુ,
              સિદ્ધાનંદ દુઃખ ટાળવા પ્રગટ્યા કૃપાળુ…      ૧૦

 

મૂળ પદ

પ્રથમ હરિને ચરણે વંદું શિર નામી;

રચયિતા

સિદ્ધાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી