વ્હાલા ઇચ્છા તમને છે તેમ, હું કરતો નોતો સ્વામી; ૪/૪

વ્હાલા ઇચ્છા તમને છે તેમ, હું કરતો નોતો સ્વામી;
હવે તો મારે એક તમને ચિંતવવા છે...ઇચ્છા૦ ટેક
તમારું ધ્યાન નામ સ્મરણ કર્યા કરુ, હવે તો મારે એક તમને જાણવા છે...૧
તમારી મૂર્તિ મારે રાત દિ સંભારવી, હવે તો મારે એક તમને માણવા છે...૨
હવે તો મારે ભુલી જાવું બીજુ સર્વે, નક્કી કર્યુ છે એક તમને પામવા છે...૩
જ્ઞાનજીવનને બીજુ કામ નથી કાંઇ, તમારી ઇચ્છા મારે પુરી કરવી છે...૪

મૂળ પદ

મને તમે આવીને મળો, મળોને મારા સ્વામી;

મળતા રાગ

તમને રામદે પરણાવે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી