મંગળ આરતી મોહનજીની કોડે કોડે કરીએ રે ૨/૪

મંગળ આરતી મોહનજીની, કોડે કોડે કરીએ રે ;
અતિ હેતે પ્રભુજીને આગે, ધૂપ દીપ લઇ ધરીએ રે. મંગળ૦ ૧
મહા પ્રભુની સુંદર મૂર્તિ, ઝાઝે હેતે જોવી રે ;
અંગો અંગ સહિત અંતરમા ; પ્રીત કરીને પ્રોવી રે. મંગળ૦ ર
મંગળ રૂપી મહા પ્રભુનાં, ગીત મનોહર ગાયે રે ;
ફૂલતણી માળા પહેરાવી, પ્રેમમગ્ન થઇ જાઇએ રે. મંગળ૦ ૩
પ્રાણપતિમાં ચિત્તડું પ્રોવું, બીજું તે વિસરવું રે ;
બ્રહ્માનંદ કહે હરિમુખ જોઇ, મતવાલા થઇ ફરવું રે. મંગળ૦ ૪

મૂળ પદ

અવિનાશીની મંગળ આરતી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અતુલ દેસાઇ (ગાયક)

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Studio
Audio
0
0