મંગળ આરતી સહિતું મુખડું ભૂધરજીનું ભાળું રે ૪/૪

મંગળ આરતી સહિતું મુખડું ભૂધરજીનું ભાળું રે ;
એને જોતાં થાય છે મારે, અંતરમાં અજવાળું રે. મંગ૦૧
ઝગમગ જ્યોતિ ધૂપ દીપાદિક, પુષ્પમાળા પહેરાવું રે ;
રૂપ અલૌલિક રસિયાજીનું, હૈડામાં ઠેરાવું રે. મંગ૦ર
ભેર મૃદંગ શંખ શરણાઇ, વાજાં બહુવિધિ વાજે રે ;
અજબ નવીન પલંગને ઉપર, રસિક સુંદરવર રાજે રે. મંગ૦૩
મંગળરૂપ મળે મુનિમંડળ, ગીત મંગળ સૌ ગાયે રે ;
બ્રહ્માનંદ કહે મંગળ મૂર્તિ, જોઇ અમંગળ જાયે રે. મંગ૦૪

મૂળ પદ

અવિનાશીની મંગળ આરતી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી