શ્રીઘનશ્યામ સુંદરવર રંગના રસિયા રે, શામળિયા; ૧/૧

 ૯૩                               પદ-૨/૨

 

શ્રીઘનશ્યામ સુંદરવર રંગના રસિયા રે, શામળિયા;

       વાલમજી મુજને મેલી ક્યાં જઇ વસિયા,પ્રીતમ પાતળિયા… ૧

પડવે ફરું ચરણ કમળને જોતી રે, શામળિયા;

       તે ચિહ્ન સહિત સંભારી રહું છું રોતી, પ્રીતમ પાતળિયા…    ૨

બીજે નખ તારા બાલચંદ્ર અનુસારી રે, શામળિયા;

       તેનુ ધ્યાન ધરી ભરી આવે છાતી મારી,પ્રીતમ પાતળિયા   ૩

ત્રીજે જંઘા જાનું જોવા સારુ રે, શામળિયા;

       મન તલખે જેમ મીન કાઢ્યું જળ બારું, પ્રીતમ પાતળિયા… ૪ 

ચોથે ચારુ સાથળ જોવા તારા રે, શામળિયા;

       અતિ આકુળ વ્યાકુળ થાય લોચન મારા, પ્રીતમ પાતળિયા…૫

પાંચમે પ્રભુ કટી ભાગ દિલ જોતા રે, શામળિયા;

       પાર ન આવે દુઃખડાંનો સંભારી રોતાં, પ્રીતમ પાતળિયા…  ….૬

છઠ્ઠે છેલા તારી વર્તુળ નાભી ગંભીર રે, શામળિયા;

       તેને સંભારી ઉર મારે રહે નહિ ધીર, પ્રીતમ પાતળિયા……..૭

સાતમે સર્વ સુખનિધિ ઉદર તમારું રે, શામળિયા;

       તેને સંભારી મન પરવશ થાય છે મારું, પ્રીતમ પાતળિયા…૮

આઠમે મન અટક્યું જોવા કાજ રે, શામળિયા;

       ઉર ઉન્નત રમા રમણ શ્રીવ્રજરાજ, પ્રીતમ પાતળિયા……..,,,૯

નોમે નવરંગ સ્તનમણિ તારા શ્યામ રે, શામળિયા;

       તેને સંભારી મને નથી થાતો આરામ, પ્રીતમ પાતળિયા…  ૧૦

દશમે દરદ થયો દિલમાં અતિ ભારી રે, શામળિયા;

       જન રક્ષક તારા ભુજા જુગલને સંભારી, પ્રીતમ પાતળિયા…૧૧

એકાદશીએ કંઠ કંબુ આકાર રે, શામળિયા;

       તેને જોવા તલખે મનડું વારમવાર, પ્રીતમ પતળિયા……. ..૧૨

બારસે વાલમ તારા અધર પ્રવાળ રે, શામળિયા;

.      તેને ચિંતવતાં દિલમાં દુઃખ થાય વિશાળ,પ્રીતમ પાતળિયા.૧૩

તેરસે તિલ ફૂલ થકી અતિ સાર રે, શામળિયા;

       તારી નાસાચિંતવી જગ સુખનરે’ લગાર,પ્રીતમ પાતળિયા.. …૧૪ 

ચૌદશે ચિંતવતાં તમારા નેણ રે, શામળિયા;

       મ્રુગ ખંજન કમળ થયા અતિ દુઃખ દેણ, પ્રીતમ પાતળિયા…૧૫

પૂનમે પાતળિયા આવો મારે ઘેર રે, શામળિયા;

       તમે નિજજન ઉપર રાખો કાંઇક મે’ર, પ્રીતમ પાતળિયા…  …૧૬

સિદ્ધાનદની અરજી અંતર ધરજો રે, શામળિયા;

શ્રીસહજાનંદજી આવી આનદ કરજો, પ્રીતમ પાતળિયા…   …૧૭

મૂળ પદ

શ્રીઘનશ્યામ સુંદરવર રંગના રસિયા રે, શામળિયા

રચયિતા

સિદ્ધાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી