મને મૂર્તિ માળે રાખો રાખોને મારા સ્વામી, ૧/૧

 મને મૂર્તિ માળે રાખો, રાખોને મારા સ્વામી;
	તમારો એક અનુભવ રહેવા દો...મૂર્તિ૦ ટેક.
યુગો રે યુગથી હું અનુભવું સર્વે;
	તમારે રૂપે હવે બુડાડોને સ્વામી...મને૦ ૧
બંધન મારાં હવે છોડાવોને સર્વે;
	તમારી મૂરતિમાં બાંધો મારા સ્વામી...મને૦ ૨
છૂટા રે ફરતા મારા રેઢિયાર મનને;
	મૂર્તિરૂપી ખીલે હવે બાંધો મારા સ્વામી...મને૦ ૩
અનંતકાળથી હું બારો નીકળ્યો છું;
	જ્ઞાનને મૂર્તિ ઘરે લાવો મારા સ્વામી...મને૦ ૪ 
 

મૂળ પદ

મને મૂર્તિ માળે રાખો

મળતા રાગ

તમને શ્રીજીમહારાજ પરણાવે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી