અંત સમો જ્યારે તારો આવશે રે, ૩/૮

 ૧૫૯                             પદ-૩/૮

અંત સમો જ્યારે તારો આવશે રે,
પંડ્ય પડવાનું છે તતકાળ;
જમ દેખી છૂટશે બંધ દેહના રે…          ટેક
માત તાત લાગશે સહુ કૂટવા રે,
જૂવતી તોડશે શિર વાળ…                  જમ૦૧
જમ પાશ નાખીને તારી કોટમાં રે,
લઇ જાશે લાગશે નહિ વાર.                 જમ૦૨
ગદા ગરજે કરીને તન ફાડશે રે,
દેહે બીજા દેશે બહુ માર…                   જમ૦૩
બીતો નથી જુવાનીના મદમાં રે,
હૈયાફૂટ્યા તું મતિ હીણ…                    જમ૦૪
મુખ બે’ક્યુ બોલે છે ધન મદમાં રે,
નથી જોતો ઉઘાડીને નેણ…                 જમ૦૫
તું તો મનમાં ડરતો નથી કોઇથી રે,
બોલી સહુને ડરાવે ફટા બોલ…            જમ૦૬
સિદ્ધાનંદ કે’ જ્યારે હતો ગર્ભમાં રે,
ત્યારે શું દઇ આવ્યો‘તો કોલ..              જમ૦૭
 

મૂળ પદ

આ તો અંતે નથી તન કોઇનું રે,

રચયિતા

સિદ્ધાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી