જયદેવ જયદેવ, જય ગોકુળચંદા જય ગોકુળચંદા ૧/૧

જયદેવ જયદેવ, જય ગોકુળચંદા, જય ગોકુળચંદા ;બ્રજપતિ કુંજબિહારી બ્રજપતિ કુંજબિહારી, કેવળ સુખકંદા.
રાધાપતિ સુખરાશિ, નટવર નવરંગી, નટવર નવરંગી ;મોર મુગટ મસ્તક ધરી, મોર મુગટ મસ્તક ધરી, છબી નૌતમચંગી        જય૦૧
ગો ગોપી ગોકુળ હિત, કર ગિરિવર ધાર્યો, કર ગિરિવર ધાર્યો ;સેનાસહિત સુરપતિકો, સેનાસહિત સુરપતિકો, અતિ મદ ઉતાર્યો.   જય૦ર
જમુના તટ જદુનંદન, રોકત મહિયારી, રોકત મહિયારી ;બ્રજ જન મોદ બઢાવત, બ્રજ જન મોદ બઢાવત, ક્રીડા સુખકારી.  જય૦૩
રાધાની સંગ ઉભા, લઇ બંસી હાથે, લઇ બંસી હાથે ;બ્રહ્માનંદ બલિહારી, બ્રહ્માનંદ બલિહારી, મોહન છબી માથે.        જય૦૪ 
 

મૂળ પદ

જયદેવ જયદેવ, જય ગોકુળચંદા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી