પધારો સંતો, આવો સત્સગી સત્સંગીજીવન સુણવા રે, ૧/૧

પધારો સંતો આવો સત્સંગી, સત્સંગીજીવન સુણવા રે,
સર્વોપરીની કથા રસાળી, સુણોને ભવદુઃખ ટાળવા રે...પધારો૦ ૧
કામ ક્રોધ લોભ મોહ ટળે, શ્રવણ ભકિત કરતા રે,
નવધા ભકિતમાં શ્રેષ્ઠ છે આ તો, કરતાં સહુ દુઃખ મરતા રે...પધારો૦ ૨
સાંભળો ભાવે ને સંભળાવો, સત્સંગિજીવન ભાવે રે,
આ કથા તો અતિ ઉત્તમ છે, સર્વે શાસ્ત્રો ગાવે રે...પધારો૦ ૩
જ્ઞાનજીવન કહે સત્સંગીજીવન, સત્સંગીનું છે જીવન રે,
પ્રેમે સુણતા મળશે જીવન, સફળ થઇ જાશે જીવન રે...પધારો૦ ૪

મૂળ પદ

પધારો સંતો, આવો સત્સંગી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી