આજ બેની ગુણ હરિવરના ગાવો, ફરી ફરી નહિ આવે એહ દાવો ૪/૪

આજ બેની ગુણ હરિવરના ગાવો, ફરી ફરી નહિ આવે એહ દાવો	...૧
બહુ જન્મનાં પુન્ય ઉદે થાય જ્યારે, અવિનાશી વર મળે તે ત્યારે	...૨
ગોવિંદ શ્રીવાસુદેવ નીલકંઠ, રટો સ્વામિનારાયણ અખંડ		...૩
અનંત નામના નામી છે જેહ, સહજાનંદસ્વામી જાણો એહ		...૪
લોક લાજ ઉરમાં નવ લાવો, નારાયણ મુનિ નિત્યે ગાવો		...૫
વિદ્યા તપ તીર્થ વ્રત દાન જેહ, હરિનામમાં આવે સર્વે તેહ		...૬
દાન પુન્ય વ્રત તીરથ જોગ, પ્રભુ ભજ્યા વિના થાય સૌ ફોગ		...૭
જ્ઞાનમુનિના નાથને સર્વે ભજો, ચોરી અવેરી હિંસા પાપ તજો		...૮
 

મૂળ પદ

ધર્મકુમાર સુંદરવર સ્વામી, વ્રતપુરી આવી મળ્યા બહુનામી

રચયિતા

જ્ઞાનાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી