સાધુ બ્રહ્મચારીને હરિ મળિયા રે, ૨/૪

સાધુ બ્રહ્મચારીને હરિ મળિયા રે,
	સત્સંગીને ચરણ દઈ અઢળ ઢળ્યા રે	...સાધુ૦ ૧
એકાદશી વાલી છે ઘનશ્યામને રે,
	સહુ કરો રટો હરિ નામને રે		...સાધુ૦ ૨
કામ ક્રોધ લોભ શત્રુ જીતવા રે,
	પ્રભુ કથા સુધારસ પી જવા રે		...સાધુ૦ ૩
એકાદશી મહિમા બહુ ગ્રંથમાં રે,
	એમ સ્વામિનારાયણ બોલ્યા સંતમાં રે	...સાધુ૦ ૪
જ્ઞાનમુનિ કે’ સ્વામીના વચનથી રે,
	કરી એકાદશી સર્વે પ્રસન્નથી રે		...સાધુ૦ ૫
 

મૂળ પદ

સખી આજ ગઇતી હું તો દર્શને રે,

રચયિતા

જ્ઞાનાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી