એકાદશી તો અતિ પ્રેમે કીજીએ રે, ૩/૪

એકાદશી તો અતિ પ્રેમે કીજીએ રે,
	નારાયણ નામ નિત્ય લીજીએ રે		...એકાદશી૦ ૧
વ્રત કરી ઊંઘ આળસ ત્યાગવું રે,
	નિત્યે હરિ કથામાં સૌને જાગવું રે	...એકાદશી૦ ૨
વ્રત કરી નિષ્કામી ધર્મ રાખવો રે,
	મુખે ખોટો શબ્દ નવ ભાખવો રે	...એકાદશી૦ ૩
એકાદશી ઊપજી હરિ અંગથી રે,
	દૈત માર્યો મુરવ પોતે રંગથી રે		...એકાદશી૦ ૪
જ્ઞાનમુનિનો વાલો સુતા જાગિયા રે,
	એકાદશીએ માગ્યા વર આપિયા રે	...એકાદશી૦ ૫
 

મૂળ પદ

સખી આજ ગઇતી હું તો દર્શને રે,

રચયિતા

જ્ઞાનાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી