હરિએ વાસ આપ્યો નિજ નેત્રમાં રે, ૪/૪

હરિએ વાસ આપ્યો નિજ નેત્રમાં રે,
	એકાદશી વ્યાપી તીર્થ ક્ષેત્રમાં રે		...હરિએ૦ ૧
બદરિકાશ્રમ વળી શ્વેતદ્વીપમાં રે,
	એકાદશી કરી મુનિએ હેતમાં રે		...હરિએ૦ ૨
એકાદશી પ્રેમે કરી જે જે કરે રે,
	તેનાં કારજ સર્વે નિશ્ચે સરે રે		...હરિએ૦ ૩
પ્રભુ કે’ તારા વ્રતમાં અન્ન ખાય છે રે,
	તે તો કૂળે સહિત નરકે જાય રે		...હરિએ૦ ૪
જ્ઞાનમુનિના નાથ બોલ્યા વાણી રે,
	એકાદશી કરવાની સર્વે પરમાણી રે	...હરિએ૦ ૫
 

મૂળ પદ

સખી આજ ગઇતી હું તો દર્શને રે,

રચયિતા

જ્ઞાનાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી