આજ ઉધાર્યા બહુ જીવને, સ્વામી પ્રગટ્યા રે, ૨/૪

આજ ઉધાર્યા બહુ જીવને, સ્વામી પ્રગટયા રે,
	જન્મ મરણનાં ટાળ્યાં દુ:ખ, મતિયા ભડક્યાં રે૦ ૧
ધર્મ જ્ઞાન વૈરાગ્ય સ્થાપિયા...સ્વામી૦
		સૌને આપ્યાં છે સુંદર સુખ	...મતિયા૦ ર
સર્વે મતના લીધા શિષ્યને...સ્વામી૦
		નવ ચાલ્યું કોઈનું જોર	...મતિયા૦ ૩
સર્વે મતિયા પંથિયા હારિયા...સ્વામી૦
		જેઓ અધર્મ કરતા ઘોર	...મતિયા૦ ૪
સર્વ તીર્થના અધર્મ ટાળિયા...સ્વામી૦
		સ્થાપ્યા અનુપમ ભક્તિ ધર્મ	...મતિયા૦ પ
કર્યાં ન્યાલ સહુ નરનારને...સ્વામી૦
		ધર્મવાળા તે જાણે મર્મ	...મતિયા૦ ૬
બેની શી કહું રેણી નાથની...સ્વામી૦
		શાસ્ત્ર પ્રમાણે ચલાવ્યો પંથ	...મતિયા૦ ૭
જશ વ્યાપ્યો અતિ ત્રિલોકમાં...સ્વામી૦
	જ્ઞાનમુનિ કે’ આવ્યા સૌના કંથ	...મતિયા૦ ૮
 

મૂળ પદ

સખી હરિવર સુંદર મૂર્તિ, નેણે જોયા રે,

રચયિતા

જ્ઞાનાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી