મારા છેલ છબીલા લાલ રે, મહારાજા મેરા યાર ૧/૧

મારા છેલ છબીલા લાલ રે, મહારાજા મેરા યાર...ટેક.
વાટ જોઈને હું ઊભી છું, ઘણી ઘડી થઈ આજ;
	તમે પધારો નાથજી તો, સરે મારાં કાજ રે...મહા૦ ૧
તમ વિના મારા નાથજી, મારી કોણ લેશે સંભાળ;
	જો તમે સામું નહીં જુઓ તો, દુરિજન દેશે ગાળ રે...મહા૦ ૨
આંખેથી આંસુ ઝરે રે, હૈડે આગ અપાર;
	ચાલો તો મંદિરીએ જઈએ, માણકીના અસવાર રે...મહા૦ ૩
શરણાગતની સામું જુઓ, રાખો બાંય ગ્રહેકી લાજ;
	સહજાનંદજી નામ તમારું, સહેજે પધારો આજ રે...મહા૦ ૪
રાત દિવસ મને ઝંખના રહે છે, અક્ષર પરની આશ;
	ચરણ સમીપે રહેવાની પૂરો, કૃષ્ણાનંદની આશ રે...મહા૦ ૫
 

મૂળ પદ

મારા છેલ છબીલા લાલ રે, મહારાજા મેરા યાર

મળતા રાગ

ઢાળ : પધારોને સહજાનંદજી હો

રચયિતા

કૃષ્ણાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
માઢ


પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0
 
વિડિયો
મનસુખભાઇ ભુંગાણી
માઢ
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Live
Video
0
0