લાગી રે લાગી લગની રૂપાળા આ લાલની રે ૧/૧

લાગી રે લાગી લગની રૂપાળા આ લાલની રે
મેં તો સોંપી દીધા છે એને હાથ રે...લાગી૦ ટેક.
લોકો ભલે ને બકબક કરતા રે,
એનો નથી જરાયે મને ભાર રે...લાગી૦ ૧
આતો અક્ષર પર પ્રભુ આવિયા રે,
એમાં થયો અતિશે મૂને પ્યાર રે...લાગી૦ ૨
હું તો પ્રગટ ભજુ મારા પ્રાણને રે,
બીજી પડી નથી મને કાંય રે...લાગી૦ ૩
કયાંથી મળે આ સર્વોપરી શ્યામળો રે,
મારા હૈયામાં હરખ ન માંય રે...લાગી૦ ૪
શ્રીજી ભજતા ભલેને દુઃખો આવતા રે,
ભલે લોક કરે છે બદનામ રે...લાગી૦ ૫
મારે વચનો પાળવા છે શ્યામના રે,
એમાં જ્ઞાનસખીને છે આરામ રે...લાગી૦ ૬

મૂળ પદ

લાગી રે લાગી લગની

મળતા રાગ

શોભે છે સારી શ્યામ સલુણા...

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0