હાંરે બિરંજમાં ઘી સાકર બોહોળાં કે વહાલો મારો દે છે છાકમછોળાં રે ૨/૪

હાંરે બિરંજમાં ઘી સાકર બોહોળાં, કે વહાલો મારો દે છે છાકમછોળાં રે,
પકોડી કડી વડી પુડી, કે રસાળી રોટલિયું રૂડી રે.
અથાણાં કેરી ને આદાં, ને ઝાઝાં વીંજન રાયજાદા રે.
રસિયો ફેરે રંગ રમતાં, કે ગોવાળાને મનડે ગમતાં રે,
જોરાઇએ ઠેલ ભરે થાળી, કે ગોપી ચકિત થઇ ભાળી રે.
ઘણા ભોજનિયાં મન ગમતાં, કે બહ્માનંદ જામ્યો રંગ જમતાં રે.

મૂળ પદ

હાંરે આવો એક વાત કહું હેલી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી