જમો મારા નાથ જુગતિ કરીને રે રહે છે જોઇ જોઇ નયણાં ઠરીને ૧/૪ 

જમો મારા નાથ જુગતિ કરીને રે, રહે છે જોઇ જોઇ નયણાં ઠરીને.
રૂડો ચંદન પાટ ઢળાવું રે, જલ જમુનાજીનાં મંગાવું રે ;અંગે ચોળી અતર નવરાવું.       જ૦૧
કાજુ ઓરડાની ઓસરીએ રે, પ્રેમે પાથરણાં પાથરીએ રે ;આગે બાજોઠ કનકનો ધરીએ.    જ૦ર
પ્રીતે નવલ પીતાંબર પેહેરો રે, હેતે સહિત મનોહર હેરો રે ;પૂરું થાલ હું કંચન કેરો.  જ૦૩
તાજા લાખણસાઇ મોતૈયા રે, તળિયાં મગદલ ને સેવૈયા રે ;કોડે કોડે આરોગો કનૈયા.         જ૦૪
ખીર લાપશી સુંદર ખુરી રે, બિરંજ સેવ કંસાર કચુરી રે ;પૂડા માલપૂવા શિરા પૂરી.        જ૦પ
દૂધપાક જલેબી ને ખાજાં રે, તળિયા મોદક ઘેબર તાજાં રે ;રૂડાં જાદરીઆં ધૃત ઝાઝાં.        જ૦૬
પેંડા બરફી પતાસાં સાબેણી રે, ઠોર મરકી ને રોટલી ઝેણી રે ;સારા સક્કરપારા સૂત્રફેણી.        જ૦૭
હેતે ઝાઝે હું પીરસું હરખી રે, થઇ જાઉ છું દીવાની સરખી રે ;બ્રહ્માનંદના વહાલા તમને નિરખી.        જ૦૮ 

મૂળ પદ

જમો મારા નાથ જુગતિ કરીને રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી