હાંરે કે ભાત રંધાવ્યા બહુ ભાતે કે ખાંતીલો ફેરવે ખાંતે રે ૩/૪

હાંરે કે ભાત રંધાવ્યા બહુ ભાતે, કે ખાંતીલો ફેરવે ખાંતે રે.
મગાવી દૂધ તણી હેલુ, કે વહાલે મારે મચવી છે રેલું રે.
નખાવી માંહી સાકર ઝાઝી, કે જમતાં ગોપ થયા રાજી રે.
ફેરે મોહનજી ફરતા, કે કોડે મનવારું કરતા રે.
ન પિયે તોયે જોરે નામે, કે ભૂધરજી ચડીઆ ભામે રે.
કાદવ દૂધ તણા કીધા, કે મનાવી હાર ચળુ કીધાં રે.
બ્રહ્માનંદ જમ્યા રસ સોતા, કે ગોવાળા માંડ ઘરે પોતા રે.

મૂળ પદ

હાંરે આવો એક વાત કહું હેલી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી