આજ સોના સૂરજ ઊગ્યા, અમ ઘેર મોહન આવ્યા રે ૧/૧

આજ સોના સૂરજ ઊગ્યા, અમ ઘેર મોહન આવ્યા રે;
	થાળ ભરીને સંઘ મોતીડે, હરિવરને વધાવ્યા રે...આજ૦ ૧
ધર્મકુંવરને મેં તો સજની, મંદિરમાં પધરાવ્યા રે;
	કંચન કળશ ભરી જમુનાના, પાવલિયાં ધોવરાવ્યાં રે....આજ૦ ૨
આજ કનક થાળ બહુ ભોજન ભર્યાં, વિધ વિધનાં પકવાન રે;
	શાક કર્યાં મેં રૂડી રીતે, જમવા શ્રીભગવાન રે...આજ૦ ૩
મોતિયા સેવૈયા સાટા જલેબી, દૂધપાક સુખકારી રે;
	પ્રીત કરીને જમો અલબેલા, ગુણવંતા ગીરધારી રે...આજ૦ ૪
જમી ચળું કરી આસન આવો, હું છું દાસી તમારી રે;
	પાન બીડી મુખવાસ ધરાવું, નટવર કુંજ વિહારી રે...આજ૦ ૫
ચુવા ચંદન ચર્ચ્યું અંગે, મૃગ મદ કેશુ ઘોરી રે;
	અબિલ ગુલાલ છાંટી ઉડાડી, પરસ્પર રંગભર હોરી રે...આજ૦ ૬
પુષ્પની માળા અનુપમ બેની, સુંદરવરને ધારી રે;
	ધર્મપ્રકાશાનંદ મગન મન, તન મન ધન બલહારી રે...આજ૦ ૭
 

મૂળ પદ

આજ સોના સૂરજ ઊગ્યા, અમ ઘેર મોહન આવ્યા રે

મળતા રાગ

ઢાળ : આજ મારું ભાગ્ય અલૌકિક

રચયિતા

ધર્માનંદસ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી