આજ સખી ઘનશ્યામને નીરખી, અંતરે આનંદકારી રે ૨/૨

આજ સખી ઘનશ્યામને નીરખી, અંતરે આનંદકારી રે;
બ્રહ્માદિકને દર્શન અતિ દુર્લભ, તે મનુષ્યદેહને ધારી રે...આજ૦ ૧

શ્રીહરિ મંદિર મારે આવ્યા, મોહનવર વનમાળી રે;
દૂધે પાવ ધોઈ મોતીડે વધાવી, આસન બેસાર્યા પાટ ઢાળી રે...આજ૦ ૨

વિવિધનાં વિંજન મેં તો કીધા, શાક સરસ છુમકારી રે;
ધર્મલાલને જમવા પ્રીતે, કંચની તે ભરી થારી રે...આજ૦ ૩

પ્રાણજીવન ભાવ કરીને જમાડયા, નટવર નવલ વિહારી રે;
ધર્માનંદ કહે મુખવાસ જમો તમે, પાનબીડી પ્રભુ પ્યારી રે...આજ૦ ૪
 

મૂળ પદ

ધન ધન સજની નીરખ્યા મેં તો સહજાનંદ સુખકારી રે

મળતા રાગ

ઢાળ : સુંદર શ્રીઘનશ્યામ મારા

રચયિતા

ધર્માનંદસ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી