જમો જમો ગુણવંતા ગિરિધારી રે મનુવાર માનો વહાલા મારી ૩/૪

જમો જમો ગુણવંતા ગિરિધારી રે, મનુવાર માનો વહાલા મારી.    જ૦
ભીંડી ડોડી રતાળુ રૂડાં રે, ચોંપ રાખી કર્યા ચીચુડા રે ;ઘીમાં ખૂબ તળ્યાં છે ઘેંસુડા.      જ૦૧
ભડથાં સેલરાં સ્વાદ ભરેલાં રે, તાજાં તુરીઆં નૈયાં તળેલાં રે ;કુંભી શાક કંકોડાં કારેલાં  જ૦ર
કૂણાં ચીભડાં તીંડસ લેરાં રે, દહી રાઇતાં સુંદર ઘેરાં રે ;કીઘાં શાક તે કોચલાં કેરાં.       જ૦૩
મઠ કણક ને નીલવા મળીયા રે, કાજુ પાપડ ખાસા તળિયા રે ;પ્રીતે સહિત આરોગો પાતળિયા.  જ૦૪
અંબ કેરી મુરબ્બો આણું રે, નીંબુ ગરમર મરચાં ખટાણું રે ;આદાં કમરખ કેરું અથાણું.        જ૦પ
કૂણા વાંસતણી કાતળિયું રે, કાજુ ચટણી કટેરની કળિયું રે ;ળી કેરાં કાચરિયું તળિયું.       જ૦૬
દાળ અડદ ચણા કેરી ન્યારી રે, મગ ચોળા તુવેર વિધિ સારી રે ;ભૂંજી ધૃતમાં લેહેજત અતિ ભારી.  જ૦૭
દયા દીનને ઉપર આણી રે ; પીજો જમતાં થોડું થોડું પાણી રે ;બ્રહ્માનંદ જાયે કુરબાણી.  જ૦૮ 

મૂળ પદ

જમો મારા નાથ જુગતિ કરીને રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી