અલબેલો રે વાલો સુંદર શ્યામ, ચિત્તડું ચોરે છે ચાલમાં ૩/૪

અલબેલો રે (૨) વાલો સુંદર શ્યામ, ચિત્તડું ચોરે છે ચાલમાં;
ઊડે સામા સામી પિચકારીઓ, મચી ધૂમ રે (૨)
	રંગ્યાં છે અંગ સૌનાં, અબિર ગુલાલમાં...અલબેલો૦ ૧
વાગે ઢોલ નગારાં ને નોબત, શરણાયો રે (૨)
	કરે અતિ નાદ, મુનિ ગાયે છે તાલમાં...અલબેલો૦ ૨
મુનિ પ્રેમે મારે પિચકારીઓ, આવી વાગે રે (૨)
	રસિયાજીને અંગ, પાળા ઝીલે ઢાલમાં...અલબેલો૦ ૩
ત્યાગાનંદને વાલે સર્વ સંતને, સુખ આપ્યું રે (૨)
	છોગાવાળે છેલ, કરી અલૌકિક ખ્યાલમાં...અલબેલો૦ ૪
 

મૂળ પદ

રમે હોળી રે વાલો નિરગુણનાથ, સંતમંડળના સંગમાં

મળતા રાગ

ફાગ ઢાળ : સુખદાયક રે સ્વામી

રચયિતા

ત્યાગાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી