અલબેલા આવો ઓરા રે શામળિયા; ખોસું ખાંત કરી ફૂલડાં કેરા તોરા રે ૧/૪

અલબેલા આવો ઓરા રે શામળિયા;
		ખોસું ખાંત કરી ફૂલડાં કેરા તોરા રે...શામ૦ ૧
મોળીડું મનડે ભાવ્યું રે...શામ૦
		સોનેરી સુંદર છોગલિયું લટકાવ્યું રે...શામ૦ ૨
છોગલિયું નૌતમ શોભે રે...શામ૦
		મોળિડું જોઈ મોહનજી મન લોભે રે...શામ૦ ૩
ત્યાગાનંદના શ્યામ સોહાગી રે...શામ૦
		લટકાળા તમ સંગાથે લગની લાગી રે...શામ૦ ૪
 

મૂળ પદ

અલબેલા આવો ઓરા રે શામળિયા; ખોસું ખાંત કરી ફૂલડાં કેરા તોરા રે

મળતા રાગ

ગરબી

રચયિતા

ત્યાગાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી