તારી મીટે રે મોહન મન હરિયાં રે, મન હરિયાં રે જાણું જાદુ કરિયાં રે ૧/૪

તારી મીટે રે મોહન મન હરિયાં રે,
	મન હરિયાં રે જાણું જાદુ કરિયાં રે-ટેક.
મીટડી તમારી વારી, કામણગારી રે વાલી;
	નજરે ચઢયા તે નવ ઉગરિયા રે...તારી૦ ૧
વાંકે વદને જોઈ, પ્રાણ લ્યો પરોઈ રે વાલા;
	નયણાંનાં બાણ ઘટમાં ગરિયાં રે...તારી૦ ૨
ઘાયલ થઈ રે હું તો ન શકું રઈ રે વાલા;
	રોઈ રોઈ રે આંખે આંસુ ઝરિયાં રે...તારી૦ ૩
નિષ્કુળાનંદના સ્વામી, અંતરજામી રે વાલા;
	તમને જોઈને મારાં નેણાં ઠરિયાં રે...તારી૦ ૪
 

મૂળ પદ

તારી મીટે રે મોહન મન હરિયાં રે, મન હરિયાં રે જાણું જાદુ કરિયાં રે

મળતા રાગ

પરજ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


શ્રી હરિ સાચે હિતકારી
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
માલકૌંસ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
પરંપરાગત
તારી મીટે રે
Studio
Audio & Video
0
0