તારે સંગે રે, મોહન મન મળિયું રે, ૩/૪

પદ - ૩/૪

તારે સંગે રે, મોહન મન મળિયું રે, 

મન મળિયું રે, ખાળ્યું નવ ખળિયું રે. તારે૦ ટેક. 

સુંદર સારૂં છે, રૂપ તમારૂં રે વાલા;

જોઇને ચિત્ત એણે ઢાળે ઢળિયું રે. તારે૦ ૧

સોળ કળારે શોભા, જોઇ મન મોહીરે વાલા;

ચિતવતાં રે ચિત્ત લાગ્યું ગળિયું રે. તારે૦ ૨ 

અનેક દિવસનું રે જે, દુઃખ હતું રે વાલા;

મુખ જોઇને તે તો તર્ત ટળિયું રે. તારે૦ ૩ 

નિષ્કુળાનંદના સ્વામી, જોઇ સુખ પામી રે વાલા;

ભાગ્ય ભલેરૂં મારૂં આજ વળિયું રે. તારે૦ ૪

મૂળ પદ

તારી મીટે રે મોહન મન હરિયાં રે, મન હરિયાં રે જાણું જાદુ કરિયાં રે

મળતા રાગ

પરજ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી