તમ દીઠે રે દીલડાની દાઝ ટળે છે; ૪/૪

પદ - ૪/૪

તમ દીઠે રે દીલડાની દાઝ ટળે છે;

દાઝ ટળે છે સુખ શાંતિ વળે છે. તમ૦ ટેક. 

રૂપ અનુપમ સારૂં, જોઇને તમારૂં રે વાલા;

દુઃખના દિવસ મારા દૂર પળે છે રે. તમ૦ ૧

છબી તમારી પ્યારી, જોઇને હું વારીરે વાલા;

આલિંગન લેવા તન ટળવળે છે. તમ૦ ૨

ભાવે આવીને ભેટો, દુઃખડાં સમેટો રે વાલા;

વણ મળે રે અંગે આગ્ય ઝળે છે. તારે૦ ૩ 

નિષ્કુળાનંદના નાથ, જોડી કહું હાથ રે વાલા;

મનડું તો મારૂં તમ સાથે મળે છે. તારે૦ ૪

મૂળ પદ

તારી મીટે રે મોહન મન હરિયાં રે, મન હરિયાં રે જાણું જાદુ કરિયાં રે

મળતા રાગ

પરજ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


પ્યારા લાગો શ્રી ઘનશ્યામ
Studio
Audio
0
0