ભોજન કીધા ભાવતાં, જમવાને બહુ તે પ્રકાર; ૧/૨

૧૬                                  પદ-૧/૨/૨૪

(ઢાળ – કુન્દનપુર વિવાહ રચ્યો.)

ભોજન કીધા ભાવતાં, જમવાને બહુ તે પ્રકાર;

પ્રથમ જમી હરિ જાનૈયાની, પંગત કીધી ઉદાર.      ૧

વરણી મુક્તને પાર્ષદ, શોભે તે પંગત સાર;

પાત્ર ભરી આગળ ધર્યા, હરિ પીરસવા થયા તૈયાર. ૨

પીળાં પીતાંબર પેરીયાં, બે કચ્છ વાળ્યા જાણી;

ઉપરણી અંશે ધરી, કટિ સંગે બાંધી તાણી.            ૩

અંબોડો વાળી શિખાનો, ચંચળ થયા ચિત્તચોર;

પંગતમાં ફરવા સમે, શોભે મંગલ અજબ મરોર.     ૪

જાનને હેતે જમાડ્યા, ફરી પંગતમાં બહુવાર;

ચતુરવર લ્યો લ્યો કહે, કરી કરી મનુવાર.           ૫

રમુજ કરે હરિ પીરસતાં, લાડૂ જલેબી લઇ સુખકંદ;

 

લે નહિ તેના શિરપર ધરે, એમ કહે વૈષ્ણવાનંદ.     ૬

મૂળ પદ

ભોજન કીધા ભાવતાં, જમવાને બહુ તે પ્રકાર;

રચયિતા

વૈષ્ણવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
રાજેશ પઢારીયા+જય ચાવડા+દર્શના ગાંધી

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

રાજેશ પઢારીયા (સ્વરકાર)
લગ્ન ગીતાવલિ
Studio
Audio
0
0