જાન ચાલવા થઇ છે તૈયાર, કીધી પેરામણીયું અપાર; ૩/૪

૨૦                                          પદ-૩/૪/૨૪
(ઢાળ – મારી સાર લેજો અવિનાશી રે.)
 
જાન ચાલવા થઇ છે તૈયાર, કીધી પેરામણીયું અપાર;
વર જાનૈયે તે લીધી, તે જેને તેને વેંચી દીધી.        
દીધો દાયજો કન્યાને બાપે, પછી માતા શિખામણ આપે;
મુળ માયા અનાદિની કૂડી, છાની આપે કન્યાને મૂડી. 
ચૌદ લોકમાં સુખ છે છોડી, તને આપીશ રાખજે જોડી;
ભર્યા અંતર ચાર પટારા, જીવ વાસના  ભોગવે સારા.
મારા કૃતમાં રે’જે કુમારી, ભોગે ભોગવવા દઇશ ભારી;
નવા સ્થાન ને દેહ નવીન, કંપે વૈષ્ણવાનંદ દિન દિન.   ૪ 

મૂળ પદ

જગ માંડવીયા રીસાણા રે, જેને વિષયનાં ભરવાં છે ભાણાં રે;

રચયિતા

વૈષ્ણવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
રાજેશ પઢારીયા+જય ચાવડા+દર્શના ગાંધી

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

રાજેશ પઢારીયા (સ્વરકાર)
લગ્ન ગીતાવલિ
Studio
Audio
0
0