વરી હું તો વરણાગી વેશ.વાલમ જોઇને લીધાં વારણાંજી ૧/૧

૨૬૩ પદ-૧/૧
વરી હું તો વરણાગીને વેશ. (૨) વાલમ જોઇને લીધાં વારણાંજી.    -માણારાજ.
ચાલી આવ્યા ચતુર મારે દેશ (૨) મોક્ષનાં ઉઘેડી મેલ્યાં બારણાંજી.-માણારાજ. ૧
સમજાવી કરી કરી સાન, (૨) નેણ વેણ જોઇ લાગી મોહનીજી.      -માણારાજ.
દેખી દેખી ડોલરીયો દીવાન (૨) શાબેલામાં છબિ જગસોહનીજી. -માણારાજ. ૨
પેરી પાય મોજડીયું મહારાજ (૨) પીળી પીરોજા મોતી ટાંકીયાંજી. .માણારાજ
શોભે રૂડા નખમણી રાજ (૨) ઘોલ ઘુંટીમાં પેર્યાં વાંકીયાજી.       -માણારાજ. ૩
કસી બાંધ્યો કમર કટાર (૨) ધોતી આંગી પેરી તન ઓપતીજી.     -માણારાજ.
હૈયે ધાર્યા નવસર હાર (૨) બાજુ પુંચી વીંટી નંગ શોભતીજી.        -માણારાજ. ૪
ભાળી ભાળી ભ્રકુટીનો પેચ (૨) શિથલ થઇને પાંપણ ઢાંકતોજી.   -માણારાજ.
માથે રૂડો મોળીડાનો પેચ (૨) ભુરકી નાખીને મુજને ભાંખતોજી.  -માણારાજ. ૫
રાતી રાતી નયણાની રેખ (૨) રસીક જોઇને રસ લીધલોજી.         -માણારાજ.
ભાળી ભાળી લીધો મેં તો ભેખ (૨) પૂરણ થઈને રસ પીધલોજી.    -માણારાજ. ૬
ડોલરીયા શા દાંતમાં રેખ (૨) અધર અમૃતને પ્રકાશતીજી.           -માણારાજ.
દિપમણી નાસિકાને દેખ (૨) ટીબકડી કપોળને ઉજાસતીજી.      -માણારાજ. ૭
માણીગર જોઇ મંદહાસ (૨) શરદ શશિથી સોહ્યામણુંજી.           -માણારાજ.
વૈષ્ણવાનંદ એને વાસ (૨) રહી જો��ું રૂપ લોભામણુંજી.              -માણારાજ. ૮
 

મૂળ પદ

વરી હું તો વરણાગી વેશ.વાલમ જોઇને લીધાં વારણાંજી

રચયિતા

વૈષ્ણવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


લગ્ન ઢાળના કીર્તન
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
શાર્દુલ ભગત

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0