પધારોને હરિ દિલે દયા કરી સામૈયા કરવાને કાજ, ૧/૧

પધારોને હરિ દિલે દયા કરી, સામૈયા કરવાને કાજ,
તૈયારી કરી છે આજ...પધારોને-૧
ભેળા થયા સહુ વાટ જુએ બહુ, આખુ ગામ આજ ઉમંગે,
ભાગોળે આવ્યું રંગે સંગે...પધારોને-૨
અરજી ઉર ધારો જલદીથી પધારો, નરનારી વધાવવા માટે,
આવ્યા છે આઘેરી વાટે...પધારોને-૩
વિધવિધ વાજા વાગે રૂડા બહુ લાગે, ધીનાન ધીનાન તબલા વાગે,
ઝણણણ ઝણણણ ઝાલર વાગે...પધારોને-૪
ઉડે બહુ ગુલાલ થયુ બધુ લાલમલાલ, અટારીએ ચડી છે નારી,
વધાવવાને ગિરધારી...પધારોને-૫
રમે રાસ મંડળી જુએ સહુ જન મળી, જ્ઞાનજીવનના સ્વામી કાજ,
ઉમટ્યો છે સહુ સમાજ...પધારોને-૬

મૂળ પદ

પધારોને હરિ દિલે દયા કરી

મળતા રાગ

ઘરરર ઘરરર ઘંટી બાજરાની

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૧
Studio
Audio
0
0