કરી પ્રણતિ જોડી બે પાણિ રે, વૃંદા બોલી તે માધુરી વાણી રે; ૧/૨

 ૩૧                                          પદ-૧/૨/૬૬ રાગ ધોળ

(ઢાળ – મારી સાર લેજો અવિનાશી રે.)

કરી પ્રણતિ જોડી બે પાણિ રે, વૃંદા બોલી તે માધુરી વાણી રે;

મારી રક્ષા કીધી તમે ભારી રે, મહા ભય થકી નાથ ઉગારી રે.               ૧.

મારી વિનંતી છે એક દેવ રે, મને કહેજો જથારથ ભેવ રે;

મારો ભરથાર જાલંધર નામ રે, ગયો શિવ સાથે કરવા સંગ્રામ રે.    

તે જીવે છે કે મુઓ નાથ રે, મુને કેજ્યો જથારથ વાત રે;

એમ કેતાં કપિ બે આવ્યા રે, તેનું માથું ને ધડ બે લાવ્યા રે.         

મુઓ દીઠો પોતાનો સ્વામી રે, તુલસી તરત  મુર્છા પામી રે; 

મુનિયે કમંડળનું છાંટી પાણી રે, પ્રેમાનંદ કહે ઉઠાડી દયા આણી રે.  

મૂળ પદ

કરી પ્રણતિ જોડી બે પાણિ રે, વૃંદા બોલી તે માધુરી વાણી રે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી