જમાડ્યા સાધુ રે કે બ્રાહ્મણ પ્રીત કરી, દક્ષિણા બહુ દીધિ રે કે સહુને ફરી રે ફરી. ૨/૪

૩૮                                         પદ-૨/૪/૬૬
 
જમાડ્યા સાધુ રે કે બ્રાહ્મણ પ્રીત કરી, દક્ષિણા બહુ દીધિ રે કે સહુને ફરી રે ફરી.      
મળ્યા સગાં સંબંધી રે કે રાજા સઉ સઉના, મળ્યા માતાને પિતા રે કે દીકરીને વઉના.  
ભીમક ને વસુદેવ રે કે મળિયા બહુ ભાવે, મીઠું મીઠું બોલી રે કે પ્રીતિ ઉપજાવે.      
વસુદેવ વેવાઇનો રે કે પ્રીતે ગ્રહિ પાણી, લઇ આવ્યા ઉતારે રે કે હરખ અતિ ઉર આણી.  
બળદેવ શ્રી કૃષ્ણ રે કે મળ્યા ઉઠી અતિ હરષે, રાણી રૂક્મણી મળ્યાં રે કે પિતાને ઘણે વરષે.      ૫
પધરાવ્યા પ્રિતે રે કે બહુ કરી સન્માને, પ્રેમાનંદ કે જમાડ્યા રે કે મેવા ને મિષ્ટાને.    ૬ 

મૂળ પદ

હવે તુલસીનો વિવાહ રે કે ગાવું કરી ખાંત, રૂડી રીતે વર્ણવું રે કે સાંભળો એ વૃંત્તાંત

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી