કહે વસુદેવ રે જાઓ તતખેવ રે, ભીમકરાય તમે મહામતિ રે; ૧/૨

 ૪૧                                         પદ-૧/૨/૬૬ રાગ ધોળ

(ઢાળ – પ્રગટ થયા પ્રભુ છપૈયા ગામરે.)

કહે વસુદેવ રે જાઓ તતખેવ રે, ભીમકરાય તમે મહામતિ રે;

વિપ્રને બોલાવો રે જોશ જોવરાવો રે, વિલંબ ન કરશો હવે રતિ રે,

જોઇ મુહૂર્ત સારાં રે લખી તીથી વારરે, લગ્ન વેલાં મોકલાવજો રે.           

લખશો તમે જેમ રે કરશું અમે તેમ રે, એ સારૂં લખીને વ્હેલું કાવજો રે.  

તુલસી વિષ્ણુ વિવા રે જાણે સઉ દેવો રે, ત્રિભોવનમાં વિદિત છે રે.

વિવાહની વધાઇ રે જાણે જગમાંઇ રે, કંકોતરી મોકલ્યાની રીત છે રે.        

લખજો સંભારી રે દેવ નરનારી રે, સુરપુર કંકોતરી મોકલો રે;

શિવ બ્રહ્મા આદિ રે નારદ સનકાદિ રે, તેડાવો અવસર આવ્યો ભલો રે.

લખજો કરી પ્રીત રે પત્નીયો સહિત રે, બ્રહ્મઋષિ સર્વેને તેડાવજો રે;

સપ્ત સ્વર્ગવાસી રે દાસને દાસી રે, હરખે ભર્યા સરવે આવજો રે.            

અવની નભ સિંધુ રે આદિત્ય ને ઈંદુ રે, વરૂણ કુબેર વિશ્વકર્મા આવે રે; 

શારદાને શેષ રે તેડાવો ગણેશ રે, પ્રેમાનંદ કે રીતભાત બતલાવે રે.         

મૂળ પદ

કહે વસુદેવ રે જાઓ તતખેવ રે, ભીમકરાય તમે મહામતિ રે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી