આણે માંડવે જે જે દેવ આવ્યા, નામ લઇને ઓળખાવું; ૧/૧

(ઢાળ –ધન્ય ધન્ય દીન રળીયામણો.)
આણે માંડવે જે જે દેવ આવ્યા, નામ લઇને ઓળખાવું;
આવ્યા બ્રહ્મા મૂર્તિમાન દેવ રે, હેતે કરી વધાવું.          
આવ્યા વસુ આદિક બહુ દેવ રે, ધન્વંતરી વૈદરાજ;
આવ્યા ઇન્દ્ર આદિક દેવ વૃંદ રે, સર્યા સઘળાં કાજ .          ૨
આવ્યા ચંદ્ર સૂરજ ધરિ રૂપ રે, અગ્નિ વાયુ વરૂણાદિ;
આવ્યા સિદ્ધ ચારણને ગંધર્વ રે, બાલ વૃદ્ધ તરૂણાદિ.         ૩
આવ્યા લોકપાલ દિગપાલ રે, પરવત વન સાગર;
આવ્યા કામધેનું કલ્પ વૃક્ષ રે, રિધિ સિધી નાગર.             ૪
આવ્યાં ગંગાદિક નદી વૃંદ રે, પરવત પત્નિ આવિયાં;
આવ્યાં સચિ સહિત દેવ ત્રિય રે, સહુને મન ભવિયાં.        ૫
આવ્યાં  ચંદ્ર સૂરજ અગ્નિ નારી રે, વાયુ વરૂણ ભામની;
આવ્યાં ઉર્વશી રંભા આદિ રે, અપસરા ગણ કામની.         ૬
આવ્યાં નારીએ સહિત અગણિત રે, મોટા મોટા મહિપતી;
આવ્યાં મેના આદિક નરનારી રે, પતિએ સહિત રતિ.       ૭
ગણ્યાં સુર મુનિ દ્વિજ નરનારી રે, માંડવિયાનાં નામ;
 પ્રેમાનંદ કહે ભીમકરાય, નિરખી થયા રે પૂરણ કામ.       ૮

મૂળ પદ

આણે માંડવે જે જે દેવ આવ્યા, નામ લઇને ઓળખાવું;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી