ગંગા જમના રે સરસ્વતિ, આવ્યા મુરતિ રે માન ૧/૧

૪૬                                        પદ-૧/૧/૬૬ રાગ ધોળ
(ઢાળ- સખા શોધે ઘનશ્યામને.)
 
ગંગા જમના રે સરસ્વતિ, આવ્યા મુરતિ રે માનસરજુ કાવેરી કૌશકી, રેવા તાપી રૂપવાન. તુલસીજીને રે માંડવે.૧
ચંદ્રભાગા ગોદાવરી, સિંધુ સહિત અપાર,ઉર્વશી રંભા ને ઘ્રતાચિ, મેનકા તીલોતમા નાર.        તુલસી૦૨
સિદ્ધિ અણીમાદિ આવિયો , શંખ પદ્માદિનિધિ.મુરતી ધરિ સહુ આવિયાં, પુરવા નાના વિધ રિધિ.    તુલસી૦૩
કામધેનું ચિંતામણી, કલ્પવૃક્ષનાં રે વૃંદ.મુરતીમાન સહુ આવિયાં, કરવા જનને આનંદ.         તુલસી૦૪
વન ને પરવત ધરી મૂરતિ, હરખે આવ્યા ધરી રૂપ.શુક સનકાદિ આવિયા, પ્રેમાનંદ કહે મુનિ ભૂપ       તુલસી૦૫ 

મૂળ પદ

ગંગા જમના રે સરસ્વતિ, આવ્યા મુરતિ રે માન

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી