ગણેશ દુંદાલોને દુ;ખ ભંજન નામ. ૧/૧

૪૯                                      પદ-૧/૧/૬૬ રાગ ધોળ
 
ગણેશ દુંદાલોને દુ;ખ ભંજન નામ.
શંભુ કુંવર સુખ ધામ રે.        -રૂડો ગણેશ દુંદાલો.            ટેક.  ૧
ગૌર વરણ ગજવદનો અવિનાશી; સરવે સુખનો રાશિ રે.      રૂડો.૨
એકદંત ત્રિલોચન પ્યારો; મોદકનો જમનારો રે.               રૂડો.૩
સરસ આભૂષણ શોભે રે અંગે; નારી સિદ્ધિ બુદ્ધિ સંગે રે.        રૂડો.૪
ગણ નાયક વર ઉંદર ગામી; વિઘન વિનાશન બહુનામી રે.    રૂડો.૫
વિદ્યાસાગર બુદ્ધિ વિશાલ, ચંદ્ર વિરાજે ભાલ રે.                 રૂડો.૬
ચૌદ વિદ્યા ગુણ જાણ સુજાણ; સુર મુનિ કરે વખાણ રે.         રૂડો.૭ 
પ્રેમાનંદ કહે આનંદકારી; પુજો ગણપતિ ભયહારી રે.           રૂડો.૮ 

મૂળ પદ

ગણેશ દુંદાલોને દુ;ખ ભંજન નામ.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0