નૃપ ભિમકે લખી કંકોતરી, લખ્યા લગ્ન, મુહૂર્ત તિથિવાર. જાદવ વેલા આવજો; ૧/૩

૫૨                                        પદ-૧/૩/૬૬ રાગ ધોળ

(ઢાળ- કંકુ છાંટી કંકોતરી મોકલી)

  નૃપ ભિમકે લખી કંકોતરી, લખ્યા લગ્ન, મુહૂર્ત તિથિવાર. જાદવ વેલા આવજો;

                દેશદેશના નૃપતિ તેડાવજો, ચતુરંગણી સેના લઇ સાર.       જાદવ૦૧

                સરવે જાદવ સહિત પધારજો, ઉગ્રસેન ભુપતિ સહિત.         જાદવ૦

                સજી જાન સુભટ સરવે આવજો, રામકૃષ્ણ સહિત રણજીત.    જાદવ૦૨

ગર્ગાચાર્ય ગુરૂ તેડી લાવજો, બીજા વિપ્ર નિગમ શ્રુતિ જાણ.   જાદવ૦

ડાહ્યા પંડિત ભટ આવજો, જાણે અર્થ શાસ્ત્ર પુરાણ.            જાદવ૦૩

સ્વર્ગવાસી અમરને તેડાવજો, શિવ બ્રહ્મા આવે સુરરાજ.      જાદવ

પત્નિ સહિત બ્રહ્મા ઋષિ તેડાવજો, સચી સહિત અમર ત્રિયા સાજ.        જાદવ૦૪

લઇ લગ્ન તરત વિપ્ર પહોંચીયો, વસુદેવતણે દરબાર.        જાદવ૦

 

પ્રેમાનંદ કહે વસુદેવે આદરે, પૂજ્યો વિપ્ર કરી બહુ પ્યાર.     જાદવ૦૫

મૂળ પદ

નૃપ ભિમકે લખી કંકોતરી, લખ્યા લગ્ન, મુહૂર્ત તિથિવાર. જાદવ વેલા આવજો;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
દર્શના ગાંધી

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

રાજેશ પઢારીયા (સ્વરકાર)
લગ્ન ગીતાવલિ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
શાર્દુલ ભગત

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0