આવ્યા સુરપુર વાસી નરનાર, વાજે દેવ નગારાં વેમાનમાં ૩/૩

૫૪                                 પદ-૩/૩/૬૬ રાગ ધોળ

આવ્યા સુરપુર વાસી નરનાર, વાજે દેવ નગારાં વેમાનમાં; ટેક.
આવ્યા બ્રહ્મા પ્રજાપતિ શંકર, મનુ મહર્ષિ આદિત બાર.                    વાજે૦
આવ્યા વસુ રૂદ્ર વાયુ દિગ્પતિ, સાધ્ય વિશ્વદેવાદિ અપાર.                વાજે૦
આવ્યા સિદ્ધ ચારણ કિન્નર ગંધર્વ, વરૂણ કુબેર અશ્વનિકુમાર.            વાજે૦
આવ્યા ધર્મ અગ્નિ ઈંદ્ર ચંદ્રમા, આવ્યા શેષાદિ વૈષ્ણવ નાગ            વાજે૦
આવ્યા પારષદ વૈકુંઠ ગોલોકના, ગરૂડ શ્રીદામા આદી બડભાગ       વાજે૦
આવ્યા દેવ દ્વિજ ત્રિયા ગાવતાં, સતી સાવીત્રી પારવતી આદિ.        વાજે૦
પૃથ્વી સરસ્વતિ ગૌરી ને રોહિણી, સ્વાહા સંજ્ઞા રૂધિ ને શિવાદી.         વાજે૦
મુર્તિ આદિ ધર્મપત્ની આવીયાં, દેવ માતા અદિતી નામ.                  વાજે૦
 અનસુયા અરૂંધતિ આદિ જે, પ્રેમાનંદ કહે સપ્તઋષિ ભામ.              વાજે૦

 

મૂળ પદ

નૃપ ભિમકે લખી કંકોતરી, લખ્યા લગ્ન, મુહૂર્ત તિથિવાર. જાદવ વેલા આવજો;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી