વરઘોડે ચડ્યા હરિ રાયે, જન જોઇ જોઇ રાજી થાય; ૧/૧

૫૬                                        પદ-૧/૧/૬૬

                           (ઢાળ- મારી સાર લેજો અવિનાશી રે.)

વરઘોડે ચડ્યા હરિ રાયે, જન જોઇ જોઇ રાજી થાય;

વરઘોડાની શોભા તે જોઇ, રહ્યા સુરનર મુનિવર મોહી.        ૧

શણગાર્યા છે ઘોડા ને હાથી, રૂડા શોભે છે હરિના સાથી;

ચડ્યા જાદવરાય વરઘોડે શોભે જાદવ તોડે મકોડે.            ૨

દેવ હરખ ભર્યા સર્વે આવ્યા, નિજ નારીયો સંગ લાવ્યા;

વાજે દેવનાં વાજાં અપાર, શબ્દ છાઇ રહ્યો દિશ ચાર.        ૩

નાચે અપ્સરા ગાંધર્વ ગાય, ઉપર પુષ્પની વૃષ્ટિ થાય;

હરિ મોર મુગટ શિર ધરિયો, કોટી મદનતણો મદ હરિયો.     ૪

કીધો શૃંગાર રસ અંગિકાર, મુરછા પામ્યા દેવ નરનાર;

હરિવર હાથીયે બેસી નીસર્યા, જોઇ મુનિવર લોચન ઠારીયાં.  ૫

ગાય માનની મંગળ ગીત, જોઇ હરિવર ઉપજી છે પ્રીત;

હરિને ચમર છત્ર શિર છાજે, આગે અગણિત વાજાં વાજે.      ૬

આગે ઉડે છે આતશબાજી, થાયે નર ત્રિયા જોઇને રાજી;

આગે બોલે બહુ છડીદાર, દેવ વરસે સુમન વારમવાર.        ૭

અસવારી ને આગે ગણેશ, ઈંદ્ર બ્રહ્મા શિવજીને શેષ;

શોભા જોઇ દેવ થયા રાજી. દેખી દુરીજન બળિયા દાજી.      ૮

જન જુવે પ્રભુજીને પ્રીતે, જાણે ચિત્ર આલેખ્યાં ભીતે;

 

થયા પ્રફુલિત જોઇ મુનિ વૃંદ, બલીહારી જાય પ્રેમાનંદ.       ૯

મૂળ પદ

વરઘોડે ચડ્યા હરિ રાયે, જન જોઇ જોઇ રાજી થાય;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
રાજેશ પઢારીયા+જય ચાવડા+દર્શના ગાંધી

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

રાજેશ પઢારીયા (સ્વરકાર)
લગ્ન ગીતાવલિ
Studio
Audio
0
0