જમો કલવો હરિવર હેતશું, સાસુ જમાડે તમારી પ્રીતશું; ૧/૧

 ૬૨                                       પદ-૧/૧/૬૬

 
જમો કલવો હરિવર હેતશું, સાસુ જમાડે તમારી પ્રીતશું;સાસુ થાળ ભરીને લાવી રે, તમને પ્રીતે જમાડવા આવી રે.   
ઘાલ્યું કલવામાંઇ ઘી ઘણું રે, એ લક્ષણ હરિ હેતતણું રે;સુંદર વર કમલા નાથ રે, આજ જમો સાસુજીને હાથ રે.       
જે જે જોઇએ તે અમને દાખો રે, હરિ જમતાં તે લાજ ન રાખો રે;ઉભી ઝારી લઇને બાલિ રે, ચળુ કરાવે તમારી સાળી રે.      
ખોસે તમારી પાઘમાં કેવડો રે, આ સાળો તમારો તમ જેવડો રે;એમ બોલે હરિને નારી રે, જાયે પ્રેમાનંદ બલિહારી રે.         

મૂળ પદ

જમો કલવો હરિવર હેતશું, સાસુ જમાડે તમારી પ્રીતશું;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી