વરઘોડો વાલાજીનો નિસર્યો રે, શોભા મુખે કહી નવ જાયરે; ૨/૩

૬૪                                          પદ-૨/૩/૬૬

        વરઘોડો વાલાજીનો નિસર્યો રે, શોભા મુખે કહી નવ જાયરે;

                       ત્રાંબાલું ઉંટે ગડગડે રે.        ટેક

શોભે સુંદરવર સૂરજ સરખા રે; ઘોડલાની ઘુમર માંય રે.              ત્રાંબાલું૦      ૧

શણગાર્યા હાથી ઘોડા પાલખી રે; રથ માફા તે રતન જડાવ રે.       ત્રાંબાલું૦      ૨

શોભે જાનૈયા રૂડા જગદીશના રે; હિરા માણેક મોતીડે ગરકાવ રે.     ત્રાંબાલું૦      ૩

શોભે મુનિવર દ્વિજ બેઠા હાથીયે રે; છાયાં ગગને તે અમર વેમાન રે. ત્રાંબાલું૦      ૪

કરે કુસુમ વૃષ્ટિ સર્વે દેવતા રે; નાચે અપસરા ગાંધર્વ કરે ગાન રે.    ત્રાંબાલું૦      ૫

ઉડે આતશબાજી બહુ આગળે રે; બોલે જે જે બહુ છડીદાર રે.          ત્રાંબાલું૦      ૬

છત્ર રત્ન જડિત શિર શોભતા રે; રૂડા ચમર ઢળે લખ ચાર રે.         ત્રાંબાલું૦      ૭

વાજે વાજાં આગળ બહુ ભાતનાં રે; ગાયે માનીની ઉત્સવ થાય રે.  ત્રાંબાલું૦      ૮

 

શોભા જોઇ સુંદર ઘનશ્યામની રે; પ્રેમાનંદ બલહારી જાય રે.          ત્રાંબાલું૦      ૯

મૂળ પદ

હરિતો સુરનર મુનિ ચિત્ત ચોરવા રે, બન્યા અલબેલોજી શોભા ધામ રે,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
શાર્દુલ ભગત

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0